આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

Aavak no Dakhlo Gujarat: આજે આપણે આવકનો દાખલો કઢાવવા માટે અરજી કરવાની રીત, જરૂરી પુરાવા, આવકનો દાખલો નું ફોર્મ pdf

Mar 27, 2024 - 09:35
Mar 27, 2024 - 10:14
 0  28
આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

આવકનો દાખલો દરેક વ્યકતિ માટે અગત્યનું દસ્તાવેજ છે. જ્યારે કોઇપણ સરકારી યોજનાઓ, સરકારી ભરતી, શાળા કે કોલેજમાં એડમિશન અથવા કોઇપણ પ્રકારની સહાય મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર જરુરી રહે છે.

આવકના પ્રમાણપત્રની મદદથી કોઇપણ વ્યક્તિ કે કુટુબની વાસ્તવિક આવક નક્કી થાય છે.

સરકારના નિયમ મુજબ આવકનો દાખલો દરેક નાણાકિય વર્ષ માટેની તમારી વાસ્તવિક આવક ચકાશવા માટે નો સૌથી અગ્ત્યનુ દસ્તાવેજ છે. જેને અંગ્રેજીમાં Income Certificate કહેવામાં આવે છે.

હું કઈ રીતે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવી શકું?

ગ્રામ પંચાયત , તાલુકા કચેરી, મામલતદારશ્રી કચેરી થી પરિશિષ્ટ-૧/૩૬ મુજબ મુજબ મેળવી શકાય છે,

આવક ના દાખલા માટે નિકાલની સમય મર્યાદા

કુલ ૧ દિવસ.

આવક ના દાખલા માટે ફી

રુ. ૨૦/-

આવક ના દાખલા માટે પુરાવાઓની પ્રમાણિત નકલ

  • કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક
  • અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ
  • પંચનામું
  • રહેઠાણ અંગેનું પુરાવો
  • રેશનકાર્ડ
  • છેલ્લા માસનું ટેલીફોન બીલ–લેન્ડલાઈન સહિત મોબાઈલ ફોનનાં બીલોની વિગત આપવી
  • છેલ્લા માસનું લાઈટ બીલ
  • નોકરી કરતાં હોયતો આવકનો પુરાવો
  • ધંધો/વ્યવસાયના પુરાવા
  • ધંધો/વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમટેક્ષની નકલ
  • આધાર કાર્ડ
  • ચુંટણી કાર્ડ

આવક ના દાખલા માટે કેવી રીતે અરજી કરવી?

  • સોં પ્રથમ આવક ના દાખલા માટે નું અરજી ફોર્મ મેળવવું રહેશે.
  • તેમાં જરૂરી બધી વિગત ભરવાની રહેશે.
  • આવક નું ફોર્મ ભરાય ગયા બાદ તેમાં અરજદારે જ્યાં લાગુ પડતું હોય ત્યાં પોતાની, સાક્ષી, સરપંચ શ્રી અને તલાટીશ્રી ની સહી કરવાની હોય છે.
  • આ આવક ની અરજી સાથે રૂ|.૩ ની ટીકીટ અને  જરૂરી આધાર પુરાવા સ્વ-પ્રમાણિત કરી જોડવાના હોય છે.
  • અરજી ફોર્મ અને જરૂરી આધાર પુરાવા લઇ ગ્રામ પંચાયત માં VCE પાસે અથવા તાલુકા માં ATVT વિભાગ માં આપવાની હોય છે.
  • ગ્રામ પંચાયત અથવા તાલુકા માં ATVT વિભાગ માં અરજદારને કામ-ચલાઉ રૂ|. ૨૦/- ની પહોચ આપવામાં આવશે.
  • આવક નો દાખલો અરજી કર્યા ના દિવશે અથવા બીજા દિવશે અરજદારને મળી જશે. 

આવક દાખલા માટે ની અરજી નું ફોર્મ ની લીંક

તાલુકા કક્ષા : 1) આવક દાખલા નું અરજી ફોર્મ 

નોંધ : જુદી જુદી કચેરી પ્રમાણે ફોર્મ જુદા જુદા હોય છે. 

Files

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow