New Ration Card Online Apply Gujarat
નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.
નવા રેશનકાર્ડ માટે
નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.
- હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્ય જિલ્લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો
- વિજળી બીલ
- ઇન્કમટેક્ષ પાનકાર્ડ
- ગ્રામ પંચાયત/ન.પા./મ.પા./ના મિલ્કતના વેરાના બીલ
- ડ્રાયવીંગ લાયસન્સ
- ટેલીફોન મોબાઇલ બીલ
- ચુંટણી ઓળખપત્ર (જે સભ્યોએ ઓળખપત્રો મેળવેલા છે તે તમામ)
- રાંધણગેસની પાસબુક
- પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્લું બીલ
- ખેડૂત ખાતાવહી અથવા ગામ નમુના નં-૮-અ
- નરેગાનું જોબકાર્ડ
- બેંકની પાસબુક
- કિસાન ક્રેડીટકાર્ડ
ફોર્મમાં માંગેલ વિગતો જેવી કે નામ, સરનામું, જાતિ, કુટુંબની અન્ય વ્યકિતના નામ અને તેમની સાથેનો સંબંધ, અભ્યાસ, ધંધો, આવક અને અન્ય માહિતી આપેલી સુચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સંબંધિત પુરાવાઓ જોડવા પડશે.
અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભાડાચિઠ્ઠી / ભાડા પહોંચનો આધાર રજુ કરવાનો રહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકતનો નંબર અને વીજ કનેકશન નંબર અચુક લખવાનો રહેશે અને છેલ્લા બીલની ઝેરોક્ષ જોડવાની રહેશે.
રાંધણ ગેસ કનેકશન અને પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે.
જે સભ્ય ૧૮ વર્ષથી ઉપરનો હોય અને ચુટણીનું ઓળખકાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખવાનો રહેશે. (આ વિગત આપવી ફરજીયાત છે.)
જો આપ કોઇપણ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિની ઓળખ તથા તેમની સહી, ચુંટણી ઓળખકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્સની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે. તે વગર આપને નવું કાર્ડ આપવામાં આવશે નહિ.
કુટુંબના જે સભ્યોની ઉંમર ૧૫ વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન (બાયોમેટ્રીક) આપી શકશે, તથા તેમનો ફોટો પડાવી શકશે.
નવા રેશનકાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્યારે તેની પહોંચ મેળવી સાચવવી જરૂરી પછીથી આ પહોંચ રજુ કર્યેથી નવું રેશનકાર્ડ મેળવી શકશો છે.
આપને ફોર્મ ભરવાને લગતી કોઈ મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર :- ૧૮૦૦ ૨૩૩ પપ૦૦ પર જણાવી શકશો.
What's Your Reaction?